અમદાવાદ: બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે રૂ.25,000ની લાંચ માંગવાના કેસમાં ACBએ GST વિભાગના બે અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
આરોપીઓમાં સ્ટેટ ટેક્સ ઓફિસર (વર્ગ-૨) કમલેશકુમાર બાબુજી ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩) મોહમંદ અઝીઝ કાદરખાન મન્સુરીનો સમાવેશ થાય છે. બંને સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-૬, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા.
ફરિયાદીના બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના બદલામાં બંનેએ મળીને રૂ.25,000ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. આજે 14 ઓગસ્ટ, 2026ના રોજ ગોઠવાયેલા ટ્રેપમાં રૂ.25,000ની લાંચ સ્વીકારતા બંને અધિકારીઓ ઝડપાઈ ગયા.ACBએ લાંચની સંપૂર્ણ રૂ.25,000 રકમ રિકવર કરી છે. સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી લાંચ માંગવાના આ કિસ્સાએ GST વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે.


