Explore

Search

August 12, 2026

Contact us -7820092500

IAS Coaching

વ્યારા: પશુ ક્રૂરતાના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વ્યારા: તાપી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને મોટી સફળતા મળી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સોનગઢના નવા આર.ટી.ઓ. નજીકથી પશુ ક્રૂરતાના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપી સકીલ સફી કુરેશી (ઉં.વ. ૩૭, રહે. નવાપુર, જી. નંદુરબાર) ને પોલીસે ઝડપી લીધો હતો.

આરોપી સામે વ્યારા પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અને ક્રૂરતા નિવારણના વિવિધ કાયદાઓ હેઠળ ગુનો નોંધાયેલો હતો. ધરપકડ બાદ આરોપીને વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. તાપીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Advertisement
error: Content is protected !!