Explore

Search

August 6, 2026

Contact us -7820092500

IAS Coaching

ગૂગલ સર્ચ મારફતે ભુજના વેપારી સાથે રૂ. 2.15 કરોડની સાયબર ઠગાઈ

ભુજ: ગૂગલ સર્ચ મારફતે સંપર્કમાં આવેલા સાયબર ઠગોએ ભુજના એક એક્સપોર્ટ-ઈમ્પોર્ટ વેપારી પાસેથી રૂ. 2.15 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, વેપારીને વેબસાઈટ બનાવી આપવાના બહાને ત્રણ વર્ષની મેમ્બરશિપ અપાવવામાં આવી હતી. ત્યારબાદ ‘એકાંશ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ’ તથા યુ.એસ.એ. અને ડેનમાર્ક એમ્બેસીના અધિકારીઓ તરીકે ઓળખ આપનાર ઠગોએ ચોખાના એક્સપોર્ટની ડીલ, ટેક્સ, પ્રોસેસિંગ ફી અને બેન્ક ક્લિયરન્સના નામે અલગ-અલગ તબક્કે રૂ. 2,15,28,577 પડાવ્યા હતા.વેપારીએ રણવીરસિંહ, યશપાલ, આકાંશા સહિત અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
error: Content is protected !!