તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે દરોડો પાડી વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.પોલીસે ઘટનાસ્થળેથી રૂ.૧૭.૧૧ લાખથી વધુની કિંમતનો ૬,૪૪૪ નંગ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો જપ્ત કર્યો છે.
SMCની ટીમે સ્થળ પરથી દારૂની હેરાફેરીમાં સામેલ જિગ્નેશકુમાર નટુભાઈ ગામીત, વિકાસ બચુભાઈ ગામીત અને મિતુલભાઈ મિનેષભાઈ ચૌધરી (તમામ રહે. તાપી જિલ્લા) ની અટકાયત કરી છે. જ્યારે દમણથી દારૂ મોકલનાર રીતેષ ઉર્ફે રીતલો, જથ્થો મંગાવનાર મુકેશ ઉર્ફે મુન્ના ગામીત અને મનીષ ગામીતને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ખોટી નંબર પ્લેટનો ઉપયોગ અને વાહનો જપ્ત
આરોપીઓ વાહનો પર બોગસ નંબર પ્લેટ લગાવીને દારૂનું વહન કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂના જથ્થા સાથે પ કાર, ૪ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. ૪૯,૫૭,૨૬૮/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


