સુરત: જિલ્લામાં ભારે વરસાદ બાદ કીમ નદી કાંઠાના અનેક ગામોમાં પાણી ભરાતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. 112 ઇમરજન્સી સેવાને મળેલી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
કોથવા, નવી નારોલી, કોસંબા, કુવારડા અને હથોડા ગામ સહિતના વિસ્તારોમાંથી આશરે 125 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને મામલતદાર કચેરીના સંકલનથી તમામ બચાવાયેલા લોકોને કોસંબાની સનરાઇઝ સ્કૂલ ખાતે કાર્યરત રાહત કેન્દ્રમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા.


