ભારે વરસાદના કારણે ઓલપાડ તાલુકાના કિમ-કઠોદરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ભારતીય સેના, એસડીઆરએફ, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ૧૫૭ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી અને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત તાલુકા વહીવટીતંત્ર દ્વારા કુલ ૨,૩૩૪ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.આ કામગીરી દરમિયાન માંગરોળ ડિવિઝનના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી બી.કે. વનાર અને ભારતીય સેનાના જવાનોએ સંયુક્ત રીતે બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


