Explore

Search

September 26, 2026

Contact us -7820092500

IAS Coaching

ગાંધીનગરમાં બાયોલોજીની વિદ્યાર્થિની 53.90 લાખના દાગીનાની ચોરીમાં ઝડપાઈ

ગાંધીનગરના સેક્ટર-4માં ડોક્ટર દંપતીના બંધ મકાનમાંથી રૂ. 53.90 લાખના 563 ગ્રામ સોના-ચાંદીના દાગીનાની ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મધ્ય પ્રદેશની 20 વર્ષીય બાયોલોજીની વિદ્યાર્થિનીની ધરપકડ કરી છે. આરોપી ગાંધીનગરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહી અભ્યાસ કરતી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, તેણે શિક્ષણ અને જીવનનિર્વાહનો ખર્ચ ઉઠાવવા માટે ડોક્ટર દંપતીની દિનચર્યા પર નજર રાખી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી બાદ વતન જવા પથિકાશ્રમ બસ ડેપો પહોંચેલી યુવતીને પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે ચોરાયેલા તમામ દાગીના કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
error: Content is protected !!