સોનગઢ-ઉકાઈના ગુણસદા (ચચરબુંદા) ગામે આવેલી વિસ્ફોટક (એક્સપ્લોઝિવ) ગોડાઉનની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના જરૂરી સાધનો, 24 કલાક તાલીમબદ્ધ સુરક્ષા ગાર્ડ, સેફ્ટી વોલ તેમજ ચેતવણીના બોર્ડ જેવી આવશ્યક સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત ગોડાઉનની આસપાસ સુકા ઘાસ અને બળતણ સામગ્રી પણ મળી આવી હતી. ગંભીર અકસ્માતની સંભાવનાને ધ્યાનમાં રાખી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ઉકાઈની ટીમે તાત્કાલિક અસરથી ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી કરી હતી.
Latest News
સોનગઢમાં યુવકે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
July 17, 2026
તાપીમાં નિયમભંગ બદલ વિસ્ફોટક ગોડાઉન સીલ
July 17, 2026


