Explore

Search

July 18, 2026

Contact us -7820092500

IAS Coaching

ઊના પોલીસ સ્ટેશનના GRD જવાનને રૂ. 500ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો

ઊના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન સંજયભાઈ કરશનભાઈ મકવાણાને લાંચ લેતા ACB એ સફળ ટ્રેપમાં રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદીના મિત્રના ચાલ-ચલગતનો દાખલો કાઢી આપવા બદલ આરોપીએ રૂ. 500થી રૂ. 1,000 સુધીની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ રૂ. 500ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેને ઝડપી પાડી લાંચની રકમ કબજે કરી હતી.

આ ટ્રેપ કાર્યવાહી તા. 16 જુલાઈ, 2026ના રોજ ઊના પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટરના રૂમમાં હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી શ્રી બી.કે. ગમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, પોરબંદર ACB પોલીસ સ્ટેશન તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક શ્રી બી.કે. ગમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઇન્ચાર્જ અધિકારી તરીકે નાયબ નિયામક શ્રી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટ્રેપ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!