Explore

Search

June 21, 2026

Contact us -7820092500

IAS Coaching

ડોલવણમાં પોલીસ રેઇડ: ૧.૪૫ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર

ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન પ્રવૃત્તિ નાબૂદ કરવાના ભાગરૂપે પોલીસે બાતમીના આધારે રેઇડ કરીને મોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસને જોઈને મુખ્ય આરોપી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે તા,૧૮ જૂન ૨૦૨૬, નારોજ રાત્રે ડોલવણ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉમરવાવ ગામના તળાવ ફળીયામાં ધર્મેશભાઇ દિપકભાઇ ચૌધરીએ પોતાની દુકાનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખ્યો છે. પોલીસે ઘટના સ્થળે રેઇડ પાડતા આરોપી ધર્મેશ ચૌધરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે મેકડોએલ્સ, રોયલ સ્ટેગ વ્હિસ્કી, વોડકા તેમજ કિંગફિશર અને હેવર્ડ્સ બીયર ટીન સહિત કુલ ૭૮૧ નંગ નાની-મોટી બોટલો જેની કિંમત રૂપિયા ૧,૪૫,૭૨૭/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ ઉમેશભાઈ અનિલભાઈ ચૌધરીને સોંપી છે.

Advertisement
error: Content is protected !!