સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં મોટા બોરસરા ગામે નવાપરા પાસે કીમથી કીમ ચાર રસ્તા તરફ જતા રોડ પરથી એક અજાણ્યો રાહદારી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પુરજડપે આવી રહેલો અજાણ્યા વાહન ચાલક રાહદારીને અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં અજાણ્યા રાહદારીને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવની જાણ પાલોદ પોલીસને કરાતા પોલીસે ર અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(file photo)


