Explore

Search

June 17, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં ધોરણ પારડી ગામની સીમમાં અજાણ્યા વાહન અડફેટે મહિલાનું મોત નીપજ્યું

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ધોરણ પારડી પાસેના હાઈવે પરથી પસાર થઈ રહેલ મોપેડ ચાલકને અજાણ્યા વાહને અડફેટે લેતા મોપેડની પાછળ બેસેલ એક મહિલાનું ગંભીર ઈજા સાથે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના જૂના કોસંબા પાસેના હની રો-હાઉસમાં રહેતા મોહંમદ ઉબેદ બેલીમ એક્ટિવા મોપેડ બાઈક તેમની એક્ટિવા પર ઈશરતબેગમ ઇશુપભાઈ સૈયદ બેસાડીને કામરેજના ધોરણ પારડી ગામની સીમમાં મુંબઇથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.

તે સમયે પાછળથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે વાહન ગફલતભરી રીતે હંકારીને મોહંમદ ઉબેદની એક્ટિવાને પાછળથી અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે મોપેડ ચાલક મોહંમદ ઉબેદ અને પાછળ બેઠેલા ઇશરતબેગમ રસ્તા પર પટકાયા હતા. જેમાં પાછળ બેઠેલા ઈશરતબેગમને માથાનાં તેમજ શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. તેમજ ચાલક મોહંમદ ઉબેદને છાતીના ભાગે તથા ડાબા પગે ફેક્ચર થતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement
error: Content is protected !!