Explore

Search

June 17, 2026

Contact us -7820092500

IAS Coaching

કપરાડા તાલુકાની સગીરાનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ

વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાની સગીરાનું અજાણ્યા ઈસમે અપહરણ કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કપરાડાના એક ગામમાં ખેડૂત પરિવારના સભ્યો રહે છે.

જોકે ગત તારીખ ૧૭ નારોજ પરિવારની ૧૭ વર્ષ અને ૪ માસની વય ધરાવતી સગીરા પરિજનોની જાણ બહાર, ક્યાંક ચાલી નીકળી હતી. પરિજનોએ સગીરાની સગા-સંબંધીઓ સહિતના નજીકના ગામોમાં શોધખોળ કરી હતી. સગીરાના કોઈ સગડ નહિ મળતાં, છેવટે તેણીના પિતાએ અજાણ્યા ઈસમે તેમની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)

Advertisement
error: Content is protected !!