ભરૂચ શહેરનાં એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતી સગીરાને કોઈ અજાણ્યો યુવાન બાઈક પર ભગાડી ગયો હોવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી યુવકને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ભરૂચ શહેરમાં આવેલી એક ઝૂપડપટ્ટી ખાતે રહેતો એક પરિવાર ગત તારીખ ૧૨ જૂન નારોજ બપોરે સુઈ ગયો હતો. ત્યારબાદ પિતા સાડા ત્રણેક વાગ્યે જાગતાં તેમની પુત્રીએ ચ્હા બનાવી હતી. અરસામાં તેમની સગીર પુત્રીએ તેમને પેટમાં દુ:ખે છે. જેથી શૌચાલય નિકળી બહારની સાઈડ આવેલાં જાહેર શૌચાલયમાં ગઈ હતી.
પરંતુ પરત ન આવતા પરિવાસે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાનમાં પિતાને કોઈએ કહ્યું હતું કે, તેની સગીર પુત્રી કોઈની સાથે બાઇક ઉપર જતી રહી છે. પિતાને પછી યાદ આવ્યુ હતું કે સગીર પુત્રી અગાઉ સિવણ ક્લાસ કરવા જતી હતી. ત્યાં ઝંઘાર ગામના નિલેશ નામના યુવાન સાથે પરિચયમા આવી હતી, જેથી તે જ તેને ભગાડી ગયો હોવાની શંકાએ તેમને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


