ભરૂચ શહેરના કરમાલી ગામનાં દશામાં મંદિર ફળીયામાં જમીન પર લાકડા મુકવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહિલાને મારામારાની ઘટના સામે આવી હતી. જેમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભુપેન્દ્ર ભીખાભાઈ વસાવાની પત્ની ગીતાબેન (ઉ.વ.૩૧) જે મજુરી કામ કરીને પરિવારનું લારનું ગુજરાન ચલાવે છે. તેઓ તારીખ ૧૦ જુન ૨૦૨૬ નારોજ સાંજના સમયે મજૂરી કામેથી ઘરે પરત ફર્યા બાદ પોતાના ઘરે હાજર હતા.
તે દરમ્યાન સાંજનાં સમયે પાડોશમાં રહેલી લીલાબેન અનિલભભાઈ વસાવાએ ગીતાબેનને તેમની માલિકીની જગ્યામાં લાકડા મુકવાના મુદ્દે તકરા શરૂ કરી હતી. પરંતુ લીલાબેને ગીતાબેન સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી. દરમ્યાન લીલાબેનના પતિ અનિલભાઈ વસાવા, સાસુ મધુબેન વસાવા અને સસરા રવજીભાઈ વસાવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચારેયે મળીને ગીતાબેનને ગાળો આપી ઢીકા-મુક્કા અને લાતોથી માર માર્યો હોવાનો આરોપ હતો. ફરિયાદ અનુસાર અનિલભાઈએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી નાનુ ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગીતાબેને બૂમાબૂમ કરતા તેમની ફોઈ નગરીબેન ઘટના સ્થળે દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. જતા જતા અનિલભાઈ અને લીલાબેને ફરીથી તેમની જગ્યામાં લાકડા મુકશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. ઘટનામાં ગીતાબેનને પેટના ભાગે ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા.


