Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલીનાં બાબેન ગામે કાર અને બુલેટ ચાલક વચ્ચે થયેલ મારામારીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો

સુરત જિલ્લાનાં બારડોલી નગરનાં જલારામ હુડકો સોસાયટીનામાં રહેતા ક્રિશવકુમાર કિન્નરકુમાર પટેલ (ઉ.વ.20) તેના મિત્રો સાથે ગત તારીખ 09-06-2026 નારોજ મારૂતિ સ્વિફટ ગાડી લઈ વાલોડ ખાતે ગણપતિ બાપાના મંદિરે જતા હતા. તે સમયે બારડોલી જલારામ મંદિરથી થોડે આગળ એક બુલેટ ચાલક સાથે ડીપર લાઈટ મારવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ક્રિશવ પટેલના મિત્ર જશ ચૌધરીના મોબાઈલ પર ભાવેશ ગોસ્વામીએ ફોન કર્યો હતો અને બાબેન ગામે વિદ્યાભારતી કોલેજની સામે આવેલા એમ્પાયર સ્કવેરની પાછળ પાર્કિંગમાં તેના મિત્રો સાથે આવ્યો હતો.

ત્યારબાદ લાઈટનો અપર-ડીપર મારવા બાબતને લઈને ગાળાગાળી કરી ઝઘડો કરતા ક્રિશવ પટેલે તેના અન્ય મિત્ર હર્ષ મનહરભાઈ પટેલ, ધ્રુવીલ રાજુભાઈ પરમાર અને કૃણાલને ફોન કરીને બોલાવ્યા હતા. તેઓ ભાવેશ ગોસ્વીમીને સમજાવતા હતા, પરંતુ તેઓ ન માનતા ગાળો બોલવા લાગી ક્રિશીવ પટેલના મિત્ર જશ અને ધ્રુવ સાથે ઝપાઝપી કરી હતી.

જોકે ભાવેશભાઈ વિજયભાઈ ગોસ્વામી (રહે.ગોપાલનગર,બાબેન ગામ,તા.બારડોલી,જિ.સુરત) કિષ્ના ગણેશભાઈ ભોઈ, ચેતન દીપકભાઈ ખેરનાર અને આદિત્ય (ત્રણેય રહે.કાલિબસ્તી,બાબેન ગામ,તા.બારડોલી,જિ.સુરત) મળી ક્રિશીવ પટેલને ઢીકમુક્કીને માર મારવા લાગતા તેનો મિત્ર હર્ષ તેને છોડાવવા વચ્ચે પડતા ભાવેશ ગોસ્વામીએ તેને કાચની બોટલ વડે કપાળની જમણી બાજુ મારી દેતા લોહીલુહાણ થઈ જતા અન્ય મિત્રોએ તેમને છોડાવ્યા હતા. ભાવેશ ગોસ્વામી અને તેના મિત્રોએ આજે તો તમે બચી ગયા છો પરંતુ બીજી વખત મળશો તો તમને જીવતા નહી છોડીએ એમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ક્રિશીવ પટેલે બારડોલી ટાઉન પોલીસ મથકે ભાવેશ ગોસ્વામી અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તમામ ચાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.(file photo)

Advertisement
error: Content is protected !!