Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi: પથિક સોફ્ટવેરમાં નોંધણી ન કરનાર ગેસ્ટ હાઉસના મેનેજર સામે પોલીસ ગુનો દાખલ

તાપી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ સોનગઢના એક ગેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી પોલીસના SOG દ્વારા સોનગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટ નજીક સુરત-ધુલિયા રોડ પર આવેલા ‘સાંઇકૃપા ગેસ્ટ હાઉસ’ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગેસ્ટ હાઉસના મેનેજર દિપકકુમાર સુખાભાઇ ચૌધરી (ઉં.વ. ૨૬) એ ગુજરાત પોલીસની “PATHIK” વેબસાઇટ પર પોતાના ગેસ્ટ હાઉસનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું. આ ઉપરાંત, ત્યાં રોકાતા મુસાફરોની કોઈ ઓનલાઇન ડેટા એન્ટ્રી પણ કરવામાં આવતી ન હોતી.

જિલ્લામાં બહારથી આવતા અસામાજિક અને રાષ્ટ્રવિરોધી તત્વો પર નજર રાખી શકાય તે માટે મુસાફરોની ઓનલાઇન માહિતી આપવી ફરજિયાત છે. આ નિયમનો ઉલ્લંઘન કરવા બદલ એસ.ઓ.જી. પોલીસ કર્મચારી જયેશભાઇ પાટીલની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!