ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં ત્રાટકેલ તસ્કરોએ એક મકાનને ટાર્ગેટ કરીને રૂપિયા ૧.૯૪ લાખની ચોરી કરી હતી. જયારે પરિવાર રાજસ્થાન ગયો હતો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા હતા. મળતી માહિતી મુજબ, ભરૂચના લિંકરોડ વિસ્તારમાં આવેલા અયોધ્યાનગરમાં રહેતાં અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કેટરિનનો કોન્ટ્રાક્ટ ધરાવતાં પરબતસિંહ મોડસિંહ રાજપૂતતેમના ત્રણ માળના મકાનમાં ઉપરના બે મકાનમાં જાતે પરિવાર સાથે રહે છે. જયારે નીચેનું મકાન ભાડેથી આપેલું છે. જોકે તારીખ ગત ૧૨મી મે નારોજ તેઓ પેના પરિવાર સાથે રાજસ્થાન જવા માટે નિકળ્યાં હતાં અને તેમનો છોકરો એકલો હતો. રાત્રે ૧૧ વાગ્યે તેમનો પુત્ર ઘરના ઉપરના બીજા માળે સુઈ ગયો હતો.
ત્યારબાદ બીજા દિવસે સવારે તેમનો પુત્ર મહાવીરે ઉઠીને નીચેના રૂમ પર આવતાં તેમના ઘરના નીચેના રૂમનો દરવાજાનો નફચ તુટેલી હાલતમાં જણાયો હતો. તેમજ તેમનો ઘરનો સામાન વેરવિખેર પડેલો હોવાનું તેમજ ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાન પહોંચી ગયેલાં પરબતસિંહ રાજપૂતને તેમના પુત્રએ ફોન કરી ઘટનાથી વાકેફ કરતાં તેમણે તેને ઘરમાં તિજોરીના ડ્રોવરમાં રાખેલી સોનાની વિંટી તેમજ મંગળસુત્ર જોવા કહેતાં તેણે તેમાં તપાસ કરતાં તે ચોરાઈ ગયાંનું માલુમ પડયું હતું. તેઓ રાજસ્થાનથી પરત આવતાં તેમણે તમામ ઘટનાની ઝીણવટભરી રીતે વિગત મેળવી ઘટના અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ઘરમાંથી રૂપિયા ૧.૬૪ લાખના દાગીનાની ચોરી બાબતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

