Explore

Search

May 24, 2026

Contact us -7820092500

IAS Coaching

સાયબર ક્રાઈમના ગુન્હામાં રાજપીપળાના બે આરોપીઓ સામે પોલીસે ગુન્હો નોંધ્યો

સાયબર ક્રાઈમના ગુન્હામાં રાજપીપળાના બે આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યુ હતું. આ બન્ને આરોપીઓએ સાયબર ક્રાઈમના નાણા પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા લઇને તેમાથી કમિશન મેળવીને રકમ સાયબર ક્રાઈમ સુત્રધારોને મોકલી આપ્યા હોવાનો આરોપ છે. બનાવની વિગત એવી છે કે, જેમાં આરોપીઓ IDFC Bank-ના ખાતા ધારક રતનભાઈ રામચંન્દ્રજી ખટીક (રહે.રાજનગર સોસાયટી, રાજપીપળા અને કિશનસિંહ રણવિરસિંહ પાંજરોલીયા (રહે.રાજપીપળા સુર્ય મંદિર હોસ્ટેલની સામે કાલીયાભૂત)એ ઈન્ટરનેટનાં માધ્યમથી લોકો સાથે થયેલી ઠગાઈથી તબદીલ થયેલ ચોરીના નાણાં છે

તેવું જાણવાં છતાં પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુથી પૂર્વ આયોજીત કાવતરૂ રચી રતનભાઈ રામચંન્દ્રજી ખટીકના બેન્ક ખાતામાં ચોરીના નાણાં મેળવી લીધા હતા અને કમિશન મેળવવાની લાલચે એકાઉન્ટ કિટ સહીત સાયબર ફોડ આચરનાર તેમના મળતીયાઓ સુધી પહોંચાડી મોટી રકમના કમિશન મેળવી લીધું હતું એકબીજાની મદદગારી કરી ચોરીના નાણાં પોતાના બેન્ક ખાતામાં નાણાંમાં મેળવી પોતાના ખાતામાંથી આગળ ટ્રાન્સફર કરી ગુનો કર્યો તે બાબતે ફરિયાદી મહેન્દ્ર કુમારવેનજી ચૌધરી નૌકરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નર્મદાની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નર્મદામાં ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!