Explore

Search

May 24, 2026

Contact us -7820092500

IAS Coaching

વાપીનાં છરવાડામાં જૂની અદાવતમાં બે ભાઈ પર હુમલો

વાપીનાં છરવાડામાં જૂની અદાવતમાં બે ભાઈ પર હુમલો થયો હતો જેમાં રમજાનવાડી શ્રદ્ધા-૨ બિલ્ડિંગમાં રહેતા અને ફેબ્રિકેશન તેમજ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મુસ્તફા અબરાર બેંગે ગત તારીખ 16 મે’ની રાત્રે આશરે સાડા દસ વાગ્યે તેઓ ગુંજન ચોકડી વિસ્તારમાં રિક્ષા ચલાવી રહ્યા હતા. તે દરમિયાન તેમના મિત્ર આનંદનો ફોન આવ્યો હતો અને તેમના ભાઈ સુલતાન સાથે છરવાડા મસ્જિદ પાસે આવેલી વેલ્ડિંગ દુકાન નજીક ત્રણ-ચાર ઇસમો ઝઘડો કરી માર મારી રહ્યા હોવાની જાણ કરી હતી. મુસ્તજ્ઞ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ભાઈ ન મળતા એક યુવકે સુલતાન રમઝાનવાડી પાસે છુપાયો હોવાની જાણ કરી હતી.

ત્યારબાદ મુસ્તફાએ ભાઈને શોધી પોતાની રિક્ષામાં બેસાડી ઘરે લઈ જઈ રહ્યા હતા. એ સમયે રમઝાનવાડી શ્રદ્ધા-૧ એપાર્ટમેન્ટ સામે પહોંચતા પ્રશીક મનોહર પાતોડે, અંકિત સંજય યાદવ, અમન સંજય યાદવ અને સોનુ સરોજ પ્રજાપતિ અચાનક આવી પહોંચ્યા હતા. વાપી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર પ્રશીકના હાથમાં લાકડી હતી અને ચારેયે મળીને સુલતાનને રિક્ષામાંથી ઉતારી ગાળો બોલી માર મારવાનું શરૂ કર્યું હતું.

ભાઈને છોડાવવા જતા મુસ્તફાને પણ લાકડી વડે પીઠ અને મોઢાના ભાગે સપાટા મરાયા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. પણ જતા જતા ફરી મળીશું તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સુલતાને મુસ્તફાને જણાવ્યું હતું કે, તેણે પોતાના મિત્ર અખિલેશને ‘અંકિત સાથે કેમ ફરે છે’ તે બાબતે પૂછતા અદાવત રાખી ચારેયે મળીને હુમલો કર્યો હતો.

Advertisement
error: Content is protected !!