Explore

Search

May 23, 2026

Contact us -7820092500

IAS Coaching

કુકરમુંડાનાં બોરીકુવા ગામે મારણની લાલચમાં દીપડો પાંજરે પુરાયો

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનાં બોરીકુવા ગામમાં છેલ્લા કેટલાંક દિવસથી વન્યપ્રાણી દીપડાનો આંતક વધ્યો હતો, જેમાં બે દિવસ પહેલા એક બકરી ઉપર જીવલેણ હુમલો થયો હતો. પાલતું જાનવરો ઉપર થઈ રહેલ હુમલા સાથે લોકોની સુરક્ષાનો પ્રશ્ન હોય જે મુદ્દે વન વિભાગને કરવામાં આવતા પાંજરાની ગોઠવણ કરી હતી. જેથી મારણની લાલચમાં દીપડો પાંજરે પુરાયો હતો. પરંતુ ગ્રામજનોએ બે દીપડા સાથે ફરતા જોયા હોવાથી વધુ એકવખત પાંજરાની ગોઠવણ કરી વન્યપ્રાણીને પાંજરે પુરવાની માંગણી ગ્રામજનોએ કરી છે.

જયારે સુરત જિલ્લાનાં ઉમરપાડાના આમલીદાબડામાં ગામમાં રહેતા પશુપાલક દીપિન વસાવાના ઘરની નજીક બાંધેલ ગાયને દીપડાએ નિશાન બનાવી જંગલ વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો અને પોતાની આજીવિકા સમાન ગાય ગુમાવવાના કારણે પશુપાલક ભારે ચિંતામાં મુકાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગામની નજીકથી જ નદી પસાર થતી હોવાથી દીપડાઓ અવાર નવાર શિકાર અને પાણીની શોધમાં જંગલમાંથી માનવવસ્તી તરફ આવી પહોંચે છે. જેના કારણે આ વિસ્તારમાં દીપડા દેખાવા અને પાલતુ પશુઓ ઉપર હુમલા થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.(ફાઈલ ફોટો)

Advertisement
error: Content is protected !!