નવસારી શહેર અને વિજલપોરને જોડતા વ્યસ્ત એવા રેલવે ફાટક નંબર : 129 મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ ફાટક આગામી 25 તારીખ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે પ્રશાસન દ્વારા લોકોને મુશ્કેલીથી બચવા માટે વૈકલ્પિક રૂટ પસંદ કરવા અપીલ કરવામાં આવી છે. વિજલપોર રેલવે ફાટક એ નવસારી શહેરની જીવાદોરી સમાન છે. 
રોજ સવારથી જ જલાલપોર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી નોકરિયાત વર્ગ, વેપારીઓ અને મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ આ ફાટકનો ઉપયોગ કરીને અવરજવર કરે છે. ફાટક બંધ થવાના કારણે હવે આ તમામ લોકોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે. ફાટક બંધ રહેવાના દિવસો દરમિયાન વાહન ચાલકોએ ફરજિયાતપણે લાંબો ચકરાવો કાપવો પડશે. સ્થાનિક તંત્ર દ્વારા નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલો અંડરપાસ અથવા ઓવરબ્રિજ તેમજ ઇટાળવા થઈને એરુ ચાર રસ્તા સુધીનો લાંબો વૈકલ્પિક માર્ગ તરીકે ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવાયું છે.(સાંકેતિક ફોટો)

