Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News : બારડોલીમાં ઘર આંગણે પાર્ક કરેલી એક્ટિવા ચોરાઈ: ઓનલાઈન E-FIR બાદ પોલીસે તપાસ હાથ ધરી

બારડોલી: શહેરના ગાંધીરોડ વિસ્તારમાં આવેલી મુક્તાનંદ સોસાયટીમાંથી એક સફેદ રંગની હોન્ડા એક્ટિવા ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ૬૮ વર્ષીય મહિલાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા બાદ બારડોલી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ભારતીબેન ઈશ્વરભાઈ પટેલના જણાવ્યા અનુસાર, તેમની પુત્રી સ્વેતાબેન ગત ૨ મે ના રોજ વરાછાથી આ એક્ટિવા રજી. નંબર જીજે/૧૯/એએન/૧૭૧૬ લઈને બારડોલી આવી હતી. પુત્રી તેના પતિ સાથે વડોદરા જતી હોવાથી એક્ટિવા ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. ગત ૧૦ મે ના રોજ ફરિયાદીના પતિ કામ અર્થે એક્ટિવા લઈ બજારમાં ગયા હતા અને પરત આવીને રાત્રે ઘરની બહાર પાર્ક કરી હતી.બીજે દિવસે એટલે કે ૧૧ મે ના રોજ વહેલી સવારે જાગીને જોતા ઘર પાસે પાર્ક કરેલી એક્ટિવા ગાયબ હતી. પરિવારે આસપાસના વિસ્તારમાં અને બારડોલીમાં શોધખોળ કરી હતી, પરંતુ વાહન ન મળતા આખરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. શરૂઆતમાં પરિવારને આશા હતી કે વાહન મળી જશે, જેના કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. અંતે ભારતીબેને ૧૩ મે ના રોજ ઓનલાઈન E-FIR નોંધાવી હતી. બારડોલી પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement
error: Content is protected !!