Explore

Search

May 7, 2026

Contact us -7820092500

IAS Coaching

જૂની અદાવતમાં રાડો: પૂર્વ ભાગીદારે મિત્ર સાથે મળી આઈસ્ક્રીમ પાર્લરમાં કરી ધક્કામુક્કી

વ્યારામાં આવેલી એક આઈસ્ક્રીમની દુકાનમાં જૂની અદાવત રાખી બે શખ્સોએ હોબાળો મચાવી સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, વાલોડના ઇનમા ગામના વતની ભાવિનભાઈ પટેલ વ્યારામાં ‘નોમેડી સ્કુપ’ નામનું આઈસ્ક્રીમ પાર્લર ચલાવે છે. અગાઉ વર્ષ 2025માં તેમણે ક્રિષ્નલ ગામીત નામના વ્યક્તિ સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો, જે માત્ર ત્રણ દિવસમાં જ એગ્રીમેન્ટ કરીને છૂટી કરી દેવામાં આવી હતી.ગત 1 ફેબ્રુઆરીના રોજ, પૂર્વ ભાગીદાર ક્રિષ્નલ ગામીત અને તેનો મિત્ર નવસાદ અન્સારી દુકાને આવ્યા હતા. નવસાદ દુકાનમાં સિગારેટ પીતો હોવાથી સંચાલકે તેને બહાર જવા વિનંતી કરી હતી. આ બાબતે ઉશ્કેરાઈને બંને શખ્સોએ સંચાલક સાથે ગાળાગાળી અને ધક્કામુક્કી કરી હતી.ક્રિષ્નલ ગામીતે એવી ધમકી આપી હતી કે, “જો તમે વાલોડમાં આવશો તો તમારા મોઢામાં પિસ્તોલ ફોડી દઈશ.” સતત મળતી ધમકીઓથી કંટાળીને આખરે સંચાલકે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વ્યારા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!