Explore

Search

May 1, 2026

Contact us -7820092500

IAS Coaching
Latest News

સોનગઢ: યુવતીની બહેનપણીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છેડતી કરનાર અજાણ્યા સામે ગુનો દાખલ

સોનગઢ તાલુકામાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતીને બદનામ કરવાનો અને તેની છેડતી કરવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે યુવતીની બહેનપણીના નામે બનાવટી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી અશ્લીલ મેસેજ અને વિડિયો કોલ કરતા અંતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, ભોગ બનનાર યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૫ ફેબ્રુઆરીના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એક બહેનપણીના ફોટાવાળી ‘Pinku_6458’ નામની એક આઈડી પરથી રિક્વેસ્ટ આવી હતી. પોતાની પરિચિત વ્યક્તિ સમજીને યુવતીએ તે રિક્વેસ્ટ સ્વીકારી હતી.

ત્યારબાદ, આ ફેક આઈડી ધારકે યુવતીને સોશિયલ મીડિયા પર ગંદા મેસેજ મોકલવાનું અને વિડિયો કોલ કરી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે યુવતીએ તેની બહેનપણીને આ બાબતે પૂછ્યું, ત્યારે જાણવા મળ્યું કે તેની બહેનપણીએ આવી કોઈ આઈડી બનાવી જ નથી અને કોઈ અજાણ્યો શખ્સ તેના ફોટાનો દુરુપયોગ કરી ફેક એકાઉન્ટ ચલાવી રહ્યો છે.

પીડિતાએ આ અંગે સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ સોનગઢ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે.

Advertisement
error: Content is protected !!