Explore

Search

April 29, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી ભાજપમાં ભડકો: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પૂર્વ પ્રદેશ યુવા મંત્રી સૂરજ દેસાઈ સસ્પેન્ડ

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનલક્ષી ફેરફારો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તનો કડક કોરડો વીંઝ્યો છે. લાંબા સમયથી પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરવા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહેવાના આક્ષેપ સાથે પૂર્વ પ્રદેશ યુવા મોરચા મંત્રી સૂરજ દેસાઈને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવા દ્વારા બુહારી ના સૂરજ દેસાઈ સામે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સાથે અન્ય કેટલાક કાર્યકરો સામે પણ પક્ષ દ્વારા તપાસનો ગાળિયો કસાયો હોવાની ચર્ચા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂરજ દેસાઈ પક્ષની આંતરિક નીતિઓ વિરુદ્ધ જઈને સમાંતર પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. વારંવારની સમજાવટ છતાં શિસ્તનું પાલન ન થતા અંતે તેમને ઘરભેગા કરવાનો નિર્ણય લેવાયો છે.

આગામી સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે પક્ષમાં થયેલા આ ભંગાણને કારણે કાર્યકરોમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પક્ષમાં રહીને પક્ષનું જ નુકસાન કરનાર કોઈ પણ નેતાને બક્ષવામાં આવશે નહીં.

Advertisement
error: Content is protected !!