Explore

Search

April 28, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉચ્છલ પાસે 9 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ: પશુઓ પ્રત્યે ક્રૂરતા બદલ બે શખ્સો સામે ગુનો નોંધાયો

ઉચ્છલ તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે અને ક્રૂરતાપૂર્વક પશુઓની હેરફેર કરતી એક ટ્રકને પોલીસે ઝડપી પાડી છે. આ મામલે પોલીસે કુલ રૂ.7.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે તા.27 એપ્રિલના રોજ વહેલી સવારે પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 53 પર ચચરબુંદા ગામની સીમમાં એક શંકાસ્પદ ટ્રક ઉભી છે.

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક ટાટા ટ્રક નંબર GJ-26-T-7620 મળી આવી હતી. તપાસ કરતા ટ્રકના પાછળના ભાગમાં 9 ભેંસો અત્યંત નિર્દયતાથી, ટૂંકી દોરી વડે અને ઘાસચારા કે પાણીની સુવિધા વિના બાંધેલી હાલતમાં મળી આવી હતી.આ મામલે પોલીસે 9 ભેંસો,ટાટા ટ્રક, અમે મોબાઈલ ફોન મળી કુલ રૂ.7,40,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે ટ્રક ચાલક કાસમ મહમદ હસન સીંધી (રહે.કામરેજ, સુરત) ની ધરપકડ કરી છે. જ્યારે ટ્રક માલિક આલમખાન મુસ્તાનખાન (રહે. કામરેજ, સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આરોપીઓ પાસે પશુઓની હેરફેર માટેનું કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર કે મેડિકલ સાધનો નહોતા. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!