Explore

Search

April 27, 2026

Contact us -7820092500

IAS Coaching

લોકશાહીનો ઉત્સવ: વાલોડના ગોડધા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે ઉત્સાહ

તાપી જિલ્લામાં આજે ‘સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬’ અંતર્ગત મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વાલોડ તાલુકાના ગોડધા ગામે સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહીના આ મહાપર્વમાં ગ્રામજનોએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નૈતિક ફરજ બજાવી હતી.

આ ચૂંટણીમાં મતદારોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ બંને બેઠકો માટે મતદાન કર્યું હતું.એકસાથે બે મત આપીને નાગરિકોએ લોકશાહીને મજબૂત કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.વધતી જતી ગરમીના પારા વચ્ચે પણ પુરુષોની સરખામણીએ મહિલા મતદારો મોટી સંખ્યામાં કતારોમાં ઉભેલી જોવા મળી હતી. ગામના સિનિયર સિટીઝનોએ પણ શારીરિક અશક્તિને બાજુ પર મૂકી મતદાન મથક સુધી પહોંચીને યુવા પેઢી માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મથકે ઠંડા પાણીની વ્યવસ્થા,વૃદ્ધો અને અશક્ત મતદારો માટે ખુરશીઓ તથા ગાદલાં નાખીને આરામદાયક બેઠક વ્યવસ્થા પણ ઉભી કરાઈ હતી.ગોડધા ગામના જાગૃત નાગરિકોએ આજે મતદાન કરીને સાબિત કરી દીધું છે કે તેઓ ગ્રામીણ વિકાસ અને મજબૂત નેતૃત્વ માટે કટિબદ્ધ છે.

Advertisement
error: Content is protected !!