Explore

Search

April 27, 2026

Contact us -7820092500

IAS Coaching

વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં ૬૫.૬૭ ટકા મતદાન નોંધાયું

તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને પુરુષ તથા મહિલા બંને વર્ગના મતદાતાઓએ લોકશાહી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી સક્રિય રીતે મતદાન કર્યું હતું.

જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સાંજે ૫.૫૫ કલાકે પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર વ્યારા નગરપાલિકા માટે કુલ નોંધાયેલા ૨૧,૬૪૩ મતદારો પૈકી ૧૪,૨૧૪ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પુરુષ મતદાન ૭,૨૧૨ અને મહિલા મતદાન ૭,૦૦૨ નોંધાયું છે.નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૬૫.૬૭ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં પુરુષ મતદાન ટકાવારી ૬૭.૮૮ ટકા અને મહિલા મતદાન ટકાવારી ૬૩.૫૪ ટકા નોંધાઈ છે.ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વહીવટીતંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે કરવામાં આવી હતી. મતદાન મથકો પર સુરક્ષા તથા સુવિધાઓની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવતા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

Advertisement
error: Content is protected !!