Explore

Search

April 9, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નવું ‘બોલેરો’ વાહન ફાળવાયું, અંતરિયાળ ગામડાઓમાં ન્યાયિક સેવાઓ વેગવંતી બનશે

તાપી જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા સામાન્ય નાગરિકો માટે ન્યાય મેળવવો હવે વધુ સરળ બનશે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ દ્વારા તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને એક નવું બોલેરો ફાળવવામાં આવ્યું છે. આ વાહનનો મુખ્ય હેતુ પછાત વિસ્તારોમાં કાનૂની સેવાઓનો વ્યાપ વધારવાનો છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ વાય.બી. ગામીતે જણાવ્યું હતું કે, આ નવા વાહનની મદદથી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જઈને કાનૂની જાગૃતિ શિબિરો, લીગલ એઇડ કેમ્પ અને લોક અદાલત અંગેનું માર્ગદર્શન વધુ અસરકારક રીતે આપી શકાશે. ખાસ કરીને ગરીબ વર્ગ, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને તેમના હકો પ્રત્યે જાગૃત કરવામાં આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે. આ વાહન દ્વારા માત્ર કાનૂની સલાહ જ નહીં, પરંતુ શાળાઓ અને કોલેજોમાં જઈને મહિલા સશક્તિકરણ, બાળ સુરક્ષા, સાયબર ક્રાઇમથી બચાવ અને વિવિધ સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, જેલની મુલાકાતો લઈને કેદીઓને તેમના કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે.આ નવી સુવિધાથી “સર્વ માટે ન્યાય”ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મોટી મદદ મળશે અને કાનૂની સેવાઓ વધુ ઝડપી અને સુલભ બનશે.

Advertisement
error: Content is protected !!