Explore

Search

April 8, 2026

Contact us -7820092500

IAS Coaching

Breaking News : આ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને પટાવાળો રૂ.20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ACB એ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક સફળ ટ્રેપ ગોઠવીને મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટાવાળાને રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. જમીનની નોંધ પ્રમાણિત કરવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેતીની જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે આરોપી કનકસિંહ વાધુભા ઝાલા (આઉટસોર્સ પટાવાળો) એ ફરિયાદી પાસે રૂ.50 હજારની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે ‘સર્કલ સાહેબ’ આ રકમ માંગે છે. રકઝકને અંતે રૂ.30 હજાર નક્કી થયા હતા.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે તા. 07/04/2026 ના રોજ ગોઠવાયેલા છટકા દરમિયાન, લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-3 ના નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં પટાવાળા કનકસિંહને આપી દેવા જણાવ્યું હતું.જેમ જ પટાવાળાએ નાયબ મામલતદાર વતી રૂ.20 હજાર સ્વીકાર્યા, ત્યાં જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ ટ્રેપ સુરેન્દ્રનગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા ના સુપરવિઝન હેઠળ અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાધેલા ના માર્ગદર્શનમાં પાર પાડવામાં આવ્યું હતું.

Advertisement
error: Content is protected !!