Explore

Search

June 27, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉમરપાડાના સેવલાણ ગામે જુગાર રમતો શખ્સ ઝડપાયો

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સેવલાણ ગામે દરોડો પાડી આંકડાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરપાડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુરુવાર, 2 એપ્રિલ 2026 ના રોજ બપોરે સેવલાણ ગામના મંદિર ફળીયામાં રહેતો વિનયભાઇ રમણભાઇ વસાવા (ઉંમર 27) પોતાના ઘરની બાજુમાં આવેલી પજારીમાં બેસીને જુગાર રમાડતો હતો. આરોપી શ્રીદેવી બજાર, દિવસ મિલન અને કલ્યાણ બજાર જેવા મુંબઈના આંકડા પર લોકો પાસેથી પૈસા લઈ હાર-જીતનો જુગાર રમાડતા રંગેહાથ પકડાયો હતો.ઉમરપાડા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!