Explore

Search

June 27, 2026

Contact us -7820092500

IAS Coaching

કપરાડામાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત: એક મહિલાનું સારવાર દરમિયાન મોત

કપરાડા તાલુકાના વારોલી જંગલ વિસ્તારમાં બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે કપરાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત તારીખ 21/03/2026 ના રોજ સાંજના સમયે માનાજીભાઇ ધાનુભાઇ ઘોડી અને તેમના પત્ની સાકરુબેન (ઉં.વ.46) પોતાની TVS સ્ટાર મોટરસાયકલ નંબર GJ-15-AQ-1404 પર સવાર થઈને સંબંધીને ત્યાં જતા હતા.

આ દરમિયાન વારોલી જંગલ પંચાયત સામેના રોડ પર સામેથી આવતી એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-15-AQ-1161 ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી માનાજીભાઇની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માનાજીભાઇને મોઢા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા સાકરુબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓને તાત્કાલિક 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, 10 દિવસની લાંબી સારવાર બાદ ગત તારીખ 31/03/2026 ના રોજ રાત્રે તેઓનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના ભત્રીજા અર્જુનભાઇ માનાજીભાઇ ઘોડીએ આ અંગે કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
error: Content is protected !!