Explore

Search

April 1, 2026

Contact us -7820092500

IAS Coaching

કહેર ગામ પાસે ઊભેલા ટ્રેક્ટર પાછળ બાઇક અથડાતા યુવકનું કરુણ મોત

વાલોડ તાલુકાના કહેર ગામ પાસે સોમવારે રાત્રે રસ્તા પર કોઈપણ જાતની પાર્કિંગ લાઈટ કે રિફ્લેક્ટર વગર ઊભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ મોટરસાયકલ અથડાતા 30 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, કહેર ગામના તાડ ફળીયામાં રહેતો તેજશકુમાર સુરેશભાઈ ચૌધરી (ઉં.વ.30) સોમવારે રાત્રે પોતાની CBZ મોટરસાયકલ GJ-06-CG-4110 પર મઢી બાજુથી ઘરે પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન કહેર ગામની પાણીની ટાંકી પાસે રસ્તા પર એક ટ્રેક્ટર-ટ્રોલી ટ્રેક્ટર નં. GJ-26-AE-7591 અને ટ્રોલી નં. GJ-26-T-9125 ઊભું હતું. આરોપી ટ્રેક્ટર ચાલક શશીકાંતભાઇ રાજેન્દ્રભાઇ ગામીતે ટ્રેક્ટરને રસ્તા પર જોખમી રીતે પાર્કિંગ લાઈટ કે રિફ્લેક્ટર રાખ્યા વગર ઊભું રાખ્યું હતું.અંધારામાં ઊભેલું ટ્રેક્ટર ન દેખાતા તેજશકુમારની બાઇક સીધી ટ્રોલીના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં તેજશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના કાકા જગદેવભાઈ ભાવસીંગભાઈ ચૌધરીએ આ મામલે વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
error: Content is protected !!