Explore

Search

April 1, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢ સરકારી ગેસ્ટ હાઉસમાં ગંદકી કરવા બાબતે ટોકતા મજૂર પર હુમલો

સોનગઢ ખાતે આવેલા સરકારી ગેસ્ટ હાઉસમાં સફાઈ બાબતે ઠપકો આપતા એક શ્રમિક યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગંદકી કરવાથી રોકતા ઉશ્કેરાયેલા શખ્સે મજૂરને ઢીક્કા-મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી રોહિતભાઈ રમણભાઈ ગામીત (રહે.વાકવેલ, સોનગઢ) છેલ્લા છ વર્ષથી સોનગઢ સરકારી ગેસ્ટ હાઉસમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પોલીસ ફરિયાદ મુજબ, જામકી ગામનો રહેવાસી સોમવેલ શંકરભાઇ ગામીત છેલ્લા ત્રણેક માસથી ગેસ્ટ હાઉસમાં નાહવા-ધોવા અને આરામ કરવા માટે આવતો હતો. આ દરમિયાન તે વોશરૂમ અને રૂમોમાં ગંદકી કરતો હોવાથી રોહિતભાઈએ તેને અગાઉ ગેસ્ટ હાઉસમાં આવવાની ના પાડી હતી. ગત ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ જ્યારે રોહિતભાઈ ગેસ્ટ હાઉસમાં કામ કરી રહ્યા હતા, ત્યારે સોમવેલ ત્યાં આવી પહોંચ્યો હતો.

રોહિતભાઈએ તેને અહીં સુવિધા ન હોવાનું જણાવી રોકવાનો પ્રયાસ કરતા સોમવેલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો અને રોહિતભાઈને શરીરે ઢીક્કા-મુક્કીનો માર માર્યો હતો. આ હુમલામાં રોહિતભાઈને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન સોમવેલે બૂમો પાડીને ધમકી આપી હતી કે, “જો તું સોનગઢમાં ક્યાંય પણ એકલો મળીશ તો તને જાનથી મારી નાખીશ”. આ સમયે ગેસ્ટ હાઉસમાં કામ કરતા અન્ય કર્મચારીઓ મોહનભાઈ ગામીત અને જગદીશભાઈ વળવી દોડી આવ્યા હતા અને રોહિતભાઈને વધુ માર ખાતા બચાવ્યા હતા.આ મામલે સોનગઢ પોલીસે આરોપી સોમવેલ શંકરભાઇ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!