Explore

Search

June 27, 2026

Contact us -7820092500

IAS Coaching

વ્યાવલ નાકા પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી મહારાષ્ટ્રના 3 બુટલેગરોને રૂ.3.99 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા

નિઝર પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વ્યાવલ નાકા પાસે શંકાસ્પદ જણાતી મહિન્દ્રા મેક્સ ફોરવ્હીલ ગાડીને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે નિઝર પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વ્યાવલ નાકા પાસે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન વાંકા ચાર રસ્તા તરફથી આવતી એક સફેદ રંગની મહિન્દ્રા મેક્સ ફોરવ્હીલ ગાડી નંબર MH-24-J-3796 ને અટકાવી તલાશી લેતા, તેમાંથી ઇંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે (1) ખેમસીંગભાઈ આટ્યાભાઇ વળવી (2) રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઇ રાયસીંગભાઇ વળવી અને (3) ખીમજયાભાઈ આંટયાભાઇ વળવી (તમામ રહે.વોલવાલ, તા.ધડગાંવ, જી.નંદુરબાર,મહારાષ્ટ્ર) નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કિંગફીશર સ્ટ્રોંગ બીયરની 60 બોટલ અને કેન્નોન સુપર સ્ટ્રોંગ બીયરની 420 બોટલ મળી કુલ 480 નંગ બોટલ જેની કિંમત રૂ.1,43,400/- નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી છે. આ ઉપરાંત રૂ.2.50 લાખની ગાડી અને રૂ.15 હજારના કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,99,400/-નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!