Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

નાનાપોંઢા પાસે ફિલ્મી ઢબે પીછો: પોલીસને જોઈ દારૂ ભરેલી કાર મૂકી બુટલેગર અંધારામાં ઓગળી ગયો

કપરાડાનાં નાનાપોંઢા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગત રોજ કરવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાકડકોપર ચીકાર ફળીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન સેલવાસ તરફથી આવતી સફેદ કલરની મારૂતિ ઓમની વાન નંબર GJ-15-CD-4192ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ઉભી રાખી ન હતી. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા અંધારાનો લાભ લઈ ચાલક ઝાડીઓમાં નાસી છૂટ્યો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ અને ટીન બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.13,080/-ની કિંમતનો દારૂ અને રૂ.60,000/-ની કિંમતની મારૂતિ વાન મળી કુલ રૂ.73,080નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement
error: Content is protected !!