Explore

Search

March 18, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : તાપીમાં બે કાળમુખા અકસ્માત: સોનગઢમાં રિક્ષા પલ્ટી જતાં મહિલાનું અને કાકરાપારમાં કારની ટક્કરે વૃદ્ધનું કરુણ મોત

તાપી જિલ્લામાં આજે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. સોનગઢના ખરસી ગામ પાસે રિક્ષા પલટી જતાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે કાકરાપારમાં ઘર પાસે ગાર્ડનમાં કામ કરી રહેલા વૃદ્ધને કારે ટક્કર મારતા તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

સોનગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, કુઈદા ગામના રાજુભાઈ રેશ્માભાઈ વસાવા (ઉ.વ.50) પોતાના પરિવાર સાથે રિક્ષા છકડો નંબર GJ-06-AW-4067 લઈને મજુરી કામ અર્થે ઉનાઈ તરફ જઈ રહ્યા હતા. સવારે ખરસી ગામની સીમમાં રોડ પર આવેલા બમ્પ પર રિક્ષા પૂરઝડપે હોવાથી ચાલકે કાબૂ ગુમાવ્યો હતો.રિક્ષા પલટી જતાં તેમાં બેસેલા ફરિયાદી દુર્ગાબેન અને અન્ય સંબંધીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે, ચાલકની પત્ની સુનિતાબેન રાજુભાઈ વસાવા (ઉ.વ.46) ને છાતી અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક 108 મારફતે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.સોનગઢ પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી ઘટનામાં વ્યારા તાલુકાના કાકરાપાર અણુમાલા ટાઉનશીપમાં રહેતા વૈજ્ઞાનિક અધિકારી અફરોઝ અહમદના પિતા તુફેલ અહમદ (ઉ.વ.65) સવારના સમયે ઘરની સામે આવેલા ગાર્ડનમાં કામ કરી રહ્યા હતા.આ દરમિયાન સવારે જયેશ આર. ટીલવાવાલા નામના નિવૃત્ત કર્મચારીએ પોતાની ફોર વ્હીલ કાર નંબર GJ-26-A-4214 ગફલતભરી રીતે હંકારી લાવી વૃદ્ધને અડફેટે લીધા હતા. અકસ્માતમાં વૃદ્ધને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા ટાઉનશીપની હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement
error: Content is protected !!