Explore

Search

March 16, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News : પારડીના ઉમરસાડી બ્રીજ પરથી રૂ.૨૬ હજારના મુદ્દામાલ સાથે બુટલેગર ઝડપાયો

વલસાડ જિલ્લાની પારડી પોલીસે બાતમીના આધારે ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર નાકાબંધી કરી એક એક્ટિવા મોપેડ સવારને ઝડપી પાડ્યો છે. પોલીસે મોપેડની ડીક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૮ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પારડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉમરસાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે દમણ તરફથી એક સફેદ રંગની એક્ટિવા પર દારૂનો જથ્થો વલસાડ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઉમરસાડી બ્રીજ પર વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ મોપેડને અટકાવી તેની તલાશી લેતા ડીક્કીમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રોહિતભાઈ કમલેશભાઈ ઉપાધ્યાય (રહે. મોગરાવાડી, વલસાડ) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો દમણ ખાતેથી સમર ઉર્ફે સમરબહાદુર (રહે.યાદવ નગરી, વલસાડ) નામના ઈસમે ભરી આપ્યો હતો. પોલીસે સમરબહાદુરને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
error: Content is protected !!