Explore

Search

March 13, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : વઘઈ પોલીસે ૧૦ લીટર તાડી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

વઘઈ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને ગેરકાયદેસર તાડીના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર, તા.૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ વઘઈ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બીટ-૧ વિસ્તારમાં પ્રોહીબિશન પેટ્રોલિંગમાં હતા.

આ દરમિયાન ઉગા (ચીચપાડા) ગામના વાઘદેવ પાસે જાહેર રોડ પરથી એક શખ્સ પ્લાસ્ટિકનું વજનદાર કેન લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થતો જોવા મળ્યો હતો.પોલીસે આ શખ્સને અટકાવી તેની પાસે રહેલા કેનની તપાસ કરતા, તેમાંથી આશરે ૧૦ લીટર જેટલી તાડીનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં પકડાયેલા શખ્સનું નામ ભાવીનભાઈ રમેશભાઇ ગાવિત (ઉંમર ૨૩, રહે.આંબાપાડા, વઘઈ) હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી ૧૦ લીટર તાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પર જ તાડીના જથ્થાનો નાશ કરી, કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ મામલે વઘઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!