Explore

Search

March 12, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News: કામરેજના ડુંગરગામની સીમમાંથી ૨.૮૪ લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

સુરતના કામરેજ તાલુકાના ડુંગરગામની સીમમાં ડુંગર-ખરવાસા રોડ પરથી એક ટેમ્પોમાં ભંગારના સામાનની આડમાં લઈ જવાતો રૂ.૨,૮૪,૪૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ.૩,૯૩,૩૩૦/- નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે પાયલોટિંગ કરનાર સહિત અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક વાદળી રંગના અતુલ થ્રી-વ્હીલ ટેમ્પો નંબર જીજે/૨૧/એક્સ/૨૪૮૭માં ભંગારના સામાનની આડમાં દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ખરવાસા તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ કાફલાએ પટેલ ફળીયાની સામે રોડ પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પો આવતા તેને રોકી તલાશી લેતા અંદરથી અંદાજીત રૂપિયા રૂ.૨,૮૪,૪૦૦/-કિંમતની દારૂની કુલ ૧૦૦૮ નંગ નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક રામબરન અજયપાલ કુશવાહ (રહે.ધરમપુર, જી.વલસાડ, મૂળ ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં સામે આવ્યું કે આ દારૂનો જથ્થો દમણથી એક અજાણ્યા શખ્સે ભરાવી આપ્યો હતો અને બારડોલી સુગર ફેક્ટરી પાસે કોઈ અન્ય શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે કુલ રૂ.૩,૯૩,૩૩૦/- નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે પાયલોટિંગ કરનાર સહિત અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement
error: Content is protected !!