Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News: વાંસની લાકડી રાખવું ગુન્હો : નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ વાંસની લાકડી સાથે ઝડપાયો

નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર એક શખ્સને ગણદેવી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી જાહેર રોડ પર પ્રતિબંધિત સમયગાળા દરમિયાન વાંસની લાકડી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગણદેવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમ તારીખ ૧૦/૦૩/૨૦૨૬ના રોજ સાંજના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અજરાઈ ગામના સામરાવાડી પાસે જાહેર રોડ પર એક શખ્સ હાથમાં વાંસની લાકડી લઈને ઉભેલો જોવા મળ્યો હતો. પોલીસે શંકાના આધારે તેની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.પોલીસે તપાસ કરતા પકડાયેલ વ્યક્તિનું નામ હિતેશભાઈ શુક્કરભાઈ તલાવિયા (ઉંમર ૪૩,રહે. સામરાવાડી,અજરાઈ,તા.ગણદેવી) હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી મળી આવેલી વાંસની લાકડી રાખવા બાબતે તે કોઈ પણ પ્રકારની પરવાનગી કે ખુલાસો આપી શક્યો ન હતો. નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીના જાહેરનામા મુજબ તારીખ ૦૧/૦૩/૨૦૨૬ થી ૩૦/૦૪/૨૦૨૬ સુધી હથિયારબંધી લાગુ કરવામાં આવી છે. આરોપીએ આ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જણાતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!