ચીખલીનાં નેશનલ હાઈવે નંબર 48 પર બલવાડા ગામના ઓવરબ્રીજ પાસે પોલીસની નાકાબંધી જોઈને ભાગવા જતી એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર સર્વિસ રોડની દીવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. શનિવાર, 7 માર્ચ 2026 ના રોજ વહેલી સવારે 03:00 થી 05:15 ના ગાળામાં બની હતી.પોલીસે કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ચીખલી પોલીસની ટીમે બાતમીના આધારે નાકાબંધી કરી હતી. તે દરમિયાન દમણથી ગણદેવી તરફ જઈ રહેલી સફેદ રંગની મારૂતિ સુઝુકી સ્વીફ્ટ કારના ચાલકે પોલીસને જોઈ ગાડી પૂરઝડપે હંકારી મૂકી હતી અને કાબૂ ગુમાવતા કાર દીવાલ સાથે અથડાઈ હતી.પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 672 નાની બોટલો કિંમત રૂ.1,99,920/- જપ્ત કરી છે. આ ઉપરાંત રૂ.3,00,000 /-ની કાર અને રૂ.10,000/-નો મોબાઈલ મળી કુલ રૂ. 5,09,920/- નો મુદ્દામાલ કબજે લેવાયો છે. દારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી વિશાલ રાજુભાઈ મોહનભાઈ હળપતિ (રહે. નાની દમણ) સ્થળ પરથી પકડાઈ ગયો હતો.જ્યારે કાર ચાલક કેતન ઉર્ફે કેતુ હળપતિ અકસ્માત બાદ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ ઉપરાંત રાહુલ ગુલાબભાઈ હળપતિ (રહે. દમણ) અને દારૂનો જથ્થો મંગાવનાર રઘુ (રહે. ગણદેવી) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.તપાસમાં બહાર આવ્યું છે કે, પોલીસની નજરમાં ન આવવા માટે આરોપીઓએ કાર પર અસલી નંબર GJ-15-CD-7913 ને બદલે ખોટી નંબર પ્લેટ GJ-15-CB-7291 લગાવી હતી.

