Explore

Search

March 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : આહવા: ૧૦૮ એમ્બ્યુલન્સની ટક્કરે ઇક્કો ગાડી પલટી, એક જ પરિવારના ત્રણ સભ્યોને ઇજા

ડાંગ જિલ્લાના આહવા-ચીંચલી રોડ પર મહાલપાડા ગામ પાસે શનિવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરકારી ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી માર્ગ પરથી પસાર થતી ઇક્કો ગાડીને ટક્કર મારતા ઇક્કો પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઇક્કોમાં સવાર દંપતી અને તેમના પુત્રને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, આહવા પટેલપાડામાં રહેતા રાજેશભાઈ મોતીલાલભાઈ પવાર (ઉ.વ. ૪૪) શનિવારે સાંજે આશરે ૫:૩૦ કલાકે પોતાની ઇક્કો ગાડી નંબર GJ-30-A-1645 લઈને પત્ની અને પુત્ર સાથે પોતાના મૂળ ગામ કડમાળ જઈ રહ્યા હતા. આ દરમિયાન મહાલપાડા ગામના આરોગ્ય સબ-સેન્ટરના ગેટમાંથી અચાનક બહાર નીકળેલી ૧૦૮ એમ્બ્યુલન્સ નંબર GJ-18-GB-2935 ના ચાલક પ્રદિપભાઈ બયાજી ઠાકરેએ ઇક્કો ગાડીના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇક્કો ગાડી રોડ પર જ પલટી મારી ગઈ હતી. સદનસીબે ગાડીમાં સવાર રાજેશભાઈ, તેમના પત્ની અને પુત્રનો આબાદ બચાવ થયો હતો, જોકે ત્રણેયને શરીરે મૂઢ માર અને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ગભરાયેલા પરિવારે અન્ય વાહન દ્વારા આહવા પહોંચી પોલીસને જાણ કરી હતી. આહવા પોલીસે રાજેશભાઈ પવારની ફરિયાદના આધારે એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!