Explore

Search

March 8, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : બાજીપુરા બ્રીજ પાસે ૧૭ ભેંસો ભરેલો આઈસર ટેમ્પો ઝડપાયો

વાલોડના બાજીપુરા સુમુલ ડેરી બ્રીજ પાસે પોલીસે ૧૭ ભેંસોને અત્યંત ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જતા એક આઈસર ટેમ્પોને ઝડપી પાડ્યો છે. ગૌ રક્ષકો દ્વારા આ વાહનને અટકાવવામાં આવ્યા બાદ પોલીસે કુલ રૂ.૧૩.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે આશરે ૮:૩૦ વાગ્યાની આસપાસ બાજીપુરા બ્રીજ પાસે નાકા પોઈન્ટ પર ગૌ રક્ષકોએ શંકાસ્પદ આઈસર ટેમ્પો નંબર જીજે/૨૨/યુ/૪૩૨૬ ને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટેમ્પોમાં ૧૭ જેટલી ભેંસોને કોઈપણ જાતની ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના, ટૂંકા દોરડા વડે ખીચોખીચ બાંધીને મહારાષ્ટ્રના માલેગાવ ખાતે વેચાણ માટે લઈ જવામાં આવી રહી હતી.આ મામલે પોલીસે આઈસર ચાલક આકીલહુસેન આરીફહુસેન શેખ (રહે.તરસાણા, ડભોઈ) ની ધરપકડ કરી છે, જ્યારે ભેંસો ભરાવી આપનાર અન્ય આરોપી તોસીફ મકરાણી (રહે. સેલંબા, નર્મદા) વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓ પાસે પશુઓની હેરફેર માટે જરૂરી સક્ષમ અધિકારી કે વેટરનરી ઓફિસરનું કોઈ પણ પ્રમાણપત્ર મળી આવ્યું નહોતું. વાલોડ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!