Explore

Search

May 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News: ઉચ્છલના નારણપુર મેળામાં વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

ઉચ્છલના નારણપુર ગામના મેળામાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા એક ઇસમને પોલીસે રોકડ રકમ અને સાહિત્ય સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તા.૨૬/૦૨/૨૦૨૬ના રોજ ઉચ્છલ પોલીસનો સ્ટાફ એચ.એસ.સી. અને એસ.એસ.સી. પરીક્ષાના બંદોબસ્ત અને પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નારણપુર ગામના મેળામાં મંદિર પાસે આવેલા વડના ઝાડ નીચે એક શખ્સ મુંબઈથી નીકળતા વરલી મટકાના હાર-જીતના આંકડા લખી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી રાજુ ઉર્ફે રાજેશ રૂમભાઇ વસાવા (ઉંમર વર્ષ ૩૨, રહે. નારણપુર, આંબા ફળીયું) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં તેની પાસેથી રોકડ રકમ કુલ રૂપિયા ૨,૩૭૦/- તથા વરલી મટકાના આંકડા લખેલી બે કાર્બન કોપીવાળી કાપલીઓ અને એક બોલપેન મળી આવી હતી.પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

Advertisement
error: Content is protected !!