નિઝરના ખેરવા ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે.મળતી માહિતી પ્રમાણે નિઝર પોલીસની ટીમ ૨૫ ફેબ્રુઆરીના રોજ પ્રોહિબિશન અને જુગાર અંગેની તપાસમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખેરવા ગામ પાસે પહોંચતા કેટલાક ઇસમો જાહેરમાં શંકાસ્પદ હલચલ કરતા જણાયા હતા. પોલીસે રેડ પાડતા અન્ય ઇસમો નાસી છૂટ્યા હતા, પરંતુ મુંબઈ શ્રીદેવી બજારના વરલી મટકાના આંકડા લખતો વિમલભાઈ વનકરભાઈ નાઈક (ઉંમર ૪૩, રહે. ખેરવા) ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ કુલ રૂપિયા ૨૪૦/-, આંકડા લખેલી કાગળની કાપલી અને બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Latest News
Local News Today : ખેરવા ગામે વરલી મટકાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો

