Explore

Search

February 22, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : બાજીપુરા સુમુલ ડેરી બ્રિજ પાસે થી ક્રૂરતાપૂર્વક બાંધેલી ૯ ભેંસો ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો: ૪ સામે ગુનો નોંધાયો

વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બાજીપુરા સુમુલ ડેરી બ્રિજ પાસેથી ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે ક્રૂરતાપૂર્વક ભરેલી ૯ ભેંસો સાથે એક આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે કુલ રૂ.૯.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે ગત તા. ૨૦/૦૨/૨૦૨૬ના રોજ સાંજના સમયે વાલોડ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે ટેલિફોનિક વર્ધી મળી હતી કે ગૌરક્ષકોએ બાજીપુરા બ્રિજ પાસે પશુઓ ભરેલો એક આઈસર ટેમ્પો નંબર જીજે/૧૯/યુ/૨૯૮૬ ને અટકાવ્યો છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ટેમ્પોમાં ઘાસચારા કે પાણીની સુવિધા વિના, ટૂંકા દોરડા વડે અત્યંત ખીચોખીચ હાલતમાં ૯ ભેંસો ભરેલી મળી આવી હતી. પોલીસે રૂ.૫,૦૦,૦૦૦/-ની કિંમતનો ટેમ્પો અને રૂ.૪,૫૦,૦૦૦/-ની કિંમતની ૯ ભેંસો મળી કુલ રૂ.૯,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં પોલીસે (૧) સલીમખાન મુસાખાન આલીશર (ચાલક, રહે.કામરેજ/બાડમેર) (૨) યોગેશભાઈ ભાગચંદ પરદેશી (રહે. જલગાવ, મહારાષ્ટ્ર) (૩) ભાવલાલ જયસિંહ પરદેશી (રહે. જલગાવ, મહારાષ્ટ્ર) (૪) સુભાનભાઈ સીંધી (રહે.કામરેજ-વોન્ટેડ) જાહેર કરી ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે, આ પશુઓને કામરેજ ખાતે સુભાનભાઈ સીંધીના તબેલામાંથી ભરીને મહારાષ્ટ્ર લઈ જવામાં આવી રહ્યા હતા. આરોપીઓ પાસે પશુ હેરફેર માટેના કોઈ સક્ષમ અધિકારી કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્રો નહોતા. આ મામલે વાલોડ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!