Explore

Search

February 19, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : સોનગઢમાં કારમાંથી ૩.૭૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: બે આરોપીની ધરપકડ

સોનગઢમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે કાર, ૨૪૦ નંગ બિયરના ટીન અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩,૭૭,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી વિગતો અનુસાર પોલીસે આ કેસમાં સાહિલભાઈ ભીમસિંગભાઈ ગામીત ( રહે.દોણ ગામ તા.સોનગઢ ) અને રૂતિકભાઈ ગૌતમભાઈ ગામીત (રહે.ખોગળગામ તા.સોનગઢ) નામના બે ઇસમોની સ્થળ પરથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો નવાપુરની રમીલાબેન ગાવીત પાસેથી લાવવામાં આવ્યો હતો અને બાજીપુરાના કિરણ ઉર્ફે લાલુ નામના શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે આ મામલે અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!