Explore

Search

February 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : તાપી જિલ્લા કલેકટરના અધ્યક્ષતામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 (SSC) અને 12(HSC) સામાન્‍ય-વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આગામી તા.25.02.2026 થી તા. 18.03.2026 દરમિયાન યોજાનાર છે. જેને અનુલક્ષીને તાપી જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પરીક્ષા સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારાબેન પટેલે કલેક્ટરશ્રી ગર્ગ સમક્ષ બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની રૂપરેખા, જિલ્લાના પરીક્ષા કેન્દ્રો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ માટે ઉભી કરાયેલી સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધાઓ અંગે ચિતાર રજૂ કર્યો હતો. વધુમાં બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે, પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ-સુરક્ષાપ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવા કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!